Thursday, 9 March 2023

પ્રકૃતિ શિક્ષણ શિબિર સાસણ ગીર

  • પ્રકૃતિ શિક્ષણ શિબિર (સ્થળ : ગીર)


તારીખ 02/03/2023 ના રોજ વહેલા સવારે  5  કલાકે અમે બધા ભાવનગર થી બસ માં નીકળ્યા હતા. અમે કુલ 47 તાલીમાર્થી હતા અને 2 સર સાથે અને એક મેડમ સાથે હતા. ભાવનગર થી અમરેલી સુધી બસ માં ગયા હતા, અમરેલી અમે 8:10 પહોંચી ગયા હતા . ત્યારબાદ થોડુક ચાલીને રેલ્વે સ્ટેશન ગયા હતા. 


ત્યાંથી 8:30 ની ટ્રેન માં બેસી ને અમે બધા ગીર માં પોહચ્યા હતા. ટ્રેન માં બેસવાનો આ મારો પહેલો અનૂભવ હતો . ટ્રેનમાં અમે બધા ખુબ જ મસ્તી કરતા કરતા અને આજુ-બાજુ નું વાતાવરણ નિહાળતા નિહાળતા જતા હતા. આ ટ્રેન જંગલની વચ્ચે થી પસાર થતી હતી જેને કારણે એમને પણ જંગલ માં જે પ્રાણીઓ એમાં પણ ખાસ કરીને વાંદરા , રોજડા, હરણ , આ ઉપરાંત અલગ અલગ ઘણા બધા વુક્ષો જોવા મળ્યા હતા. પાનખર ની ઋતુ હોવા ને કારણે મોટા ભાગના વુક્ષોના પાંદડા ખરી ગયા હતા અને કેસુડા ના વુક્ષો એકદમ ઘટાદાર હતા. આવો અનુભવ મે પહેલી વાર કર્યો હતો. ટ્રેન પણ એકદમ ધીરે ધીરે ચાલતી હતી જેને કારણે એમને પણ આજું બાજુની પ્રકૃતિ નો આનંદ લય શકતા હતા. 1:00 વાગ્યા ની આજુબાજુ અમે ગીર માં પહોંચ્યા હતા . 

     


 

        રેલ્વે સ્ટેશન થી થોડેક સુધી અમે ચાલીને ગયા હતાં. જ્યાં આમારે બધા ને રહેવાનું હતું ત્યાં અમે પહોંચી ગયા અને રહેવાની સુવિધા ખુબ જ સરસ હતી . અમે ત્યાં પહોંચ્યા એટલે એમને એક ટેન્ટ માં રહેવાનું કીધુ હતું અમે અમાંરો બધો સામાન ત્યાં મૂકવા માટે ટેન્ટ માં ગયા તો ટેન્ટ ની અંદર તો એટલી ગરમી  હતી કે ઘડીક અંદર રહ્યા ત્યાં તો પરસેવા થી નાઈ લીધું હોય એવું લાગતું હતું . પણ પછી અમે સર ને જાણ કરી તો એમને કીધું કે તમે જ્યારે સાંજે તેમાં સુવા જશો ત્યાં સુધી માં તે ઠંડુ થઇ જશે. પછી અમે આમારો સામાન મૂકીને ફ્રેશ થઈને જમવા ગયા. જમવાનું પણ ખુબ જ સરસ હતું. જમીને પછી એમને  એક એક કિટ આપી હતી . આ કીટ માં એક ટિશર્ટ , કેપ, બુક અને પેન હતી. જે અમારા માટે સરપ્રાઈઝ ગિફ્ટ હતું. ત્યાર બાદ એક હૉલ જેવું હતું ત્યાં બેસાડ્યા અને થોડીક માહિતી આપી હતી અને ત્યાંના જે સર હતા તેઓ એ પોતાનો પરિચય આપ્યો હતો અને અને પણ આમારો પરિચય આપ્યો હતો. 

       

                           આમારો પરિચય આપ્યા બાદ શિડ્યુલ પ્રમાણે  4:15 રે દેવળીયા સફારી પાર્ક માં જવાનું હતું. તો પહેલા તો અમાંરી 3 ટીમ પાડી હતી. અને 3 ટીમ ને અલગ અલગ નામ રાખ્યા હતા અને  બસ માં બેસાડ્યા અને બસ દ્વારા અમે બધા દેવળીયા સફારી  પાર્ક માં પહોચ્યા હતા. દેવળીયા સફારી પાર્ક માં ખુબ એટલે ખુબ જ મજા આવી હતી. ફોરેસ્ટ વિભાગ ના સર પણ અમારી સાથે હતા તેઓ અમને વિવિધ પ્રાણીઓ , વુક્ષો , ની મહિતી આપતા હતા. ત્યાંરબાદ અમે બધા સિંહ , હરણ , રોજડા, નીલ , દીપડા , શિયાળ , વગેરે વિવિધ પ્રાણીઓ જોયા હતા. આવો નજારો મે પેહલી વાર જોયો હતો.  પછી અમે બધા દેવળીયા સફારી  પાર્ક માં  વ્યું પોઇન્ટ હતો ત્યાં ગયા ને ફોટા પાડ્યા ને ખુબ મજા કરી હતી . સાથે સાથે પ્રાણીઓ ને આપડાથી નુકસાન ન પહોંચે તેનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ અને બીજી ઘણી બધી બાબતો શીખ્યા હતા. 

     

                 રાત્રિ દરમિયાન અમને એક શોર્ટ ફિલ્મ પણ બતાવી હતી . આ ઉપરાંત સાપ વિશે અમુક જે અંધ શ્રદ્ધા છે તેમના વિશે શોર્ટ ફિલ્મ બતાવી સાપ વિશે માહિતી આપી હતી.   રાત્રે 8:00 કલાકે  અમે બધાએ સાથે ભોજન લઈને પછી 9:00 કલાકે કેમ્પ ફાયર નું આયોજન હતું . કેમ્પ ફાયર માં ખુબ જ મજા આવી હતી . વિવિધ કૃતિઓ રજૂ થઈ હતી જેમાં અમારા વર્ગના એક ભાઈએ કૃતિ રજૂ કરી હતી જેના શબ્દો હતા ' ગામડું કેવું હોય ' આ ઉપરાંત અલગ અલગ ઘણી કૃતિઓ રજૂ થઈ હતી. પહેલા ના સમય માં લોકો રાત્રે ભેગા થઈ ને વાતું કરવા માટે આવું આયોજન કરતા હતા . ખાસ કરીને શિયાળા ની ઋતુ માં આ કેમ્પ ફાયર વધારે થતાં હોય છે. પછી અમને બધા ને એક રમત રમાડી હતી ને અમે બધા આ રમત રમી ને પછી સૂઈ ગયા હતા. 

બીજા દિવસે એટલે કે તારીખ 03/03/2023 એટલે  વિશ્વ વન્યજીવન દિવસ  નિમિતે સવારે વહેલા 5 વાગે જાગીને ફ્રેશ થઈ ને આમારી જે ટુકડી ( ટીમ ) હતી  તેમાં અમે બધા ભેગા થયા હતા ને ત્યારબાદ વન ભ્રમણ કરવા જવાનું હતું તો અમે બધા અમારી ટીમ પ્રમાણે સવારે 6: 00 કલાકે  વન ભ્રમણ કરવા રવાના થયા હતા. અમારી સાથે ત્યાંના સર પણ હતા .જેઓ અમને વિવિધ પ્રકારના વુક્ષો  ની માહિતી આપી હતી અને જંગલ માં કેવી રીતે બધું સંચાલન થાય છે અને વિવિધ પ્રાણીઓ ના પગ ના નિશાન , એની અંગ ચેષ્ટાઓ વિશે માહિતી આપી હતી. ઘણા બધા એવા વુક્ષો હતા જે અમે જોયા પણ ન હતા તે બધા થી એમને માહીતગાર કર્યા હતા. સાથે સાથે અમે પ્રકૃતિની વચ્ચે સુવાનો પણ લાભ લીધો અને આ લાભ લેવાની અમને ખૂબ જ મજા આવી. 

         ત્યારબાદ અમે હિરણ નદી તરફ ગયા ત્યાં અમે કલકલીયો જોયો જે સફેદ અને કાળો હતો અને એ અને પહેલી વાર જોયો હતો. થોડી વાર નદીકાંઠે બેસી અમે નદીમાં પાણી પીવા માટે ગયા અને સાથે સાથે હિરણ નદીનું મહત્વ પણ જાણ્યું. નદીમાં અમે સૂર્યનારાયણનો જળાભિષેક પણ કર્યો.



નદીના સામા કાંઠે થોડીવાર બેસી અમે આ કાંઠે પાછા આવ્યા ત્યાં અમને અમારા સર એ હિરણ નદીનું કાવ્ય પણ સંભળાવ્યું. ત્યારબાદ અમે કેમ્પસ્થળ તરફ પાછા ફર્યા. ત્યાં રસ્તામાં અમે મગર પણ જોઈ. વન ભ્રમણ  પૂર્ણ કર્યા બાદ અમે બધા આમારું જ્યાં રહવાની સુવિધા હતી ત્યાં આવીને ફ્રેશ થઈને નાસ્તો કર્યો અને ત્યાર બાદ એમને હૉલ માં બેસાડી ને વિશ્વ વન્યજીવન દિવસ  વિશે અને બીજી અન્ય માહિતી આપી હતી . આ દરમિયાન ત્યાંના ડી. એફ.ઓ. સર શ્રી મોહન સર પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને એમના દ્વારા પણ એમને ઘણી બધી માહિતી આપી હતી. ત્યાર બાદ એમને એક ગેમ રમાડી હતી જેમાં ખુબ જ મજા આવી હતી . આ ગેમ  ખુબ જ ધ્યાન પુર્વક અને ચપળતા વાળી હતી.  




પછી અમે બધાએ ગ્રુપ ફોટો લીધો અને પછી ફ્રેશ થઈ ને જમવા માટે ગયા હતા.. જમીને અમે બધા ત્યાંથી પરત આવવા માટે રેલ્વે સ્ટેશન આવ્યા અને ટ્રેન માં પરત અમરેલી સુધી મોજ કરતા કરતા આવ્યા અને અમરેલી થી બસ દ્વારા ભાવનગર સુધી આવ્યા હતા . બસ માં ખુબ જ મજા આવી હતી બધા તાલીમાર્થીઓ બસ માં ખુબ જ ડાન્સ કર્યો હતો. 

   આ બે દિવસની પ્રકૃતિ શિક્ષણ શિબિર માં અમને ખુબ જ જાણવા મળ્યું .  પ્રકૃતિની જો માણવી , સમજવી હોય ને તો  પ્રકૃતિની નજીક રહીને તેની સાથે તેના ખોળે બેસી ને જ સમજી , માણી શકાય છે . આ શિબિર દ્વારા પર્યાવરણ અને જંગલ નું રક્ષણ કરવું અને તેમાં વસતા પ્રાણીઓ, પક્ષીઓ નું રક્ષણ અને જતન કરવું એ આપડી બધાની નૈતિક ફરજ છે . એમને વિવિઘ પક્ષીઓ, પ્રાણીઓ , વુક્ષો વગેરે વિશે જે અમે નોતા જાણતા તેમની વિશે માહિતી મળી અને એક શિક્ષક માટે આ બધી  બાબતો વિશે જાણવું એ પયાની બાબત છે. અમને આ શિબિર દ્વારા ખુબ જ નવું જાણવા મળ્યું , જીવન માં એક નવો જ અનુભવ થયો.

આવા ખૂબ જ સુંદર, ઉપયોગી અને યાદગીરી રહી જાય તેવા આયોજન માટે અમારા આખા વર્ગ તરફથી આચાર્યશ્રી, દરેક અધ્યાપકો તેમજ કેમ્પમાં અમને સારું જ્ઞાન આપનાર સાહેબો અને અમારું ધ્યાન રાખનાર ત્યાંના તમામ સ્ટાફનો ખુબખુબ આભાર. ખરેખર આ શિબિર અમને કાયમ યાદ રહેશે. અમે શીખેલ દરેક નાની મોટી વાત ને અમે યાદ રાખીશું અને પ્રકૃતિનું જતન કરીશું અને અમારાથી જે કઈ પણ થશે એ પ્રકૃતિ માટે કરીશું એવું અમે પ્રોમિસ આપીએ છીએ. 

No comments:

Post a Comment

यूनिट-२ : पठन और कथन कौशल्य आधारित प्रवृत्तियां |

यूनिट-२(२.१) हिंदी साहित्यि के दो उत्तम काव्य का पठन करें । हिंदी देश के निवासी हिंदी देश के निवासी सभी जन एक हम, रंग रूप वेश भा...