- પ્રકૃતિ શિક્ષણ શિબિર (સ્થળ : ગીર)
તારીખ 02/03/2023 ના રોજ વહેલા સવારે 5 કલાકે અમે બધા ભાવનગર થી બસ માં નીકળ્યા હતા. અમે કુલ 47 તાલીમાર્થી હતા અને 2 સર સાથે અને એક મેડમ સાથે હતા. ભાવનગર થી અમરેલી સુધી બસ માં ગયા હતા, અમરેલી અમે 8:10 પહોંચી ગયા હતા . ત્યારબાદ થોડુક ચાલીને રેલ્વે સ્ટેશન ગયા હતા.
રેલ્વે સ્ટેશન થી થોડેક સુધી અમે ચાલીને ગયા હતાં. જ્યાં આમારે બધા ને રહેવાનું હતું ત્યાં અમે પહોંચી ગયા અને રહેવાની સુવિધા ખુબ જ સરસ હતી . અમે ત્યાં પહોંચ્યા એટલે એમને એક ટેન્ટ માં રહેવાનું કીધુ હતું અમે અમાંરો બધો સામાન ત્યાં મૂકવા માટે ટેન્ટ માં ગયા તો ટેન્ટ ની અંદર તો એટલી ગરમી હતી કે ઘડીક અંદર રહ્યા ત્યાં તો પરસેવા થી નાઈ લીધું હોય એવું લાગતું હતું . પણ પછી અમે સર ને જાણ કરી તો એમને કીધું કે તમે જ્યારે સાંજે તેમાં સુવા જશો ત્યાં સુધી માં તે ઠંડુ થઇ જશે. પછી અમે આમારો સામાન મૂકીને ફ્રેશ થઈને જમવા ગયા. જમવાનું પણ ખુબ જ સરસ હતું. જમીને પછી એમને એક એક કિટ આપી હતી . આ કીટ માં એક ટિશર્ટ , કેપ, બુક અને પેન હતી. જે અમારા માટે સરપ્રાઈઝ ગિફ્ટ હતું. ત્યાર બાદ એક હૉલ જેવું હતું ત્યાં બેસાડ્યા અને થોડીક માહિતી આપી હતી અને ત્યાંના જે સર હતા તેઓ એ પોતાનો પરિચય આપ્યો હતો અને અને પણ આમારો પરિચય આપ્યો હતો.
આમારો પરિચય આપ્યા બાદ શિડ્યુલ પ્રમાણે 4:15 રે દેવળીયા સફારી પાર્ક માં જવાનું હતું. તો પહેલા તો અમાંરી 3 ટીમ પાડી હતી. અને 3 ટીમ ને અલગ અલગ નામ રાખ્યા હતા અને બસ માં બેસાડ્યા અને બસ દ્વારા અમે બધા દેવળીયા સફારી પાર્ક માં પહોચ્યા હતા. દેવળીયા સફારી પાર્ક માં ખુબ એટલે ખુબ જ મજા આવી હતી. ફોરેસ્ટ વિભાગ ના સર પણ અમારી સાથે હતા તેઓ અમને વિવિધ પ્રાણીઓ , વુક્ષો , ની મહિતી આપતા હતા. ત્યાંરબાદ અમે બધા સિંહ , હરણ , રોજડા, નીલ , દીપડા , શિયાળ , વગેરે વિવિધ પ્રાણીઓ જોયા હતા. આવો નજારો મે પેહલી વાર જોયો હતો. પછી અમે બધા દેવળીયા સફારી પાર્ક માં વ્યું પોઇન્ટ હતો ત્યાં ગયા ને ફોટા પાડ્યા ને ખુબ મજા કરી હતી . સાથે સાથે પ્રાણીઓ ને આપડાથી નુકસાન ન પહોંચે તેનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ અને બીજી ઘણી બધી બાબતો શીખ્યા હતા.
રાત્રિ દરમિયાન અમને એક શોર્ટ ફિલ્મ પણ બતાવી હતી . આ ઉપરાંત સાપ વિશે અમુક જે અંધ શ્રદ્ધા છે તેમના વિશે શોર્ટ ફિલ્મ બતાવી સાપ વિશે માહિતી આપી હતી. રાત્રે 8:00 કલાકે અમે બધાએ સાથે ભોજન લઈને પછી 9:00 કલાકે કેમ્પ ફાયર નું આયોજન હતું . કેમ્પ ફાયર માં ખુબ જ મજા આવી હતી . વિવિધ કૃતિઓ રજૂ થઈ હતી જેમાં અમારા વર્ગના એક ભાઈએ કૃતિ રજૂ કરી હતી જેના શબ્દો હતા ' ગામડું કેવું હોય ' આ ઉપરાંત અલગ અલગ ઘણી કૃતિઓ રજૂ થઈ હતી. પહેલા ના સમય માં લોકો રાત્રે ભેગા થઈ ને વાતું કરવા માટે આવું આયોજન કરતા હતા . ખાસ કરીને શિયાળા ની ઋતુ માં આ કેમ્પ ફાયર વધારે થતાં હોય છે. પછી અમને બધા ને એક રમત રમાડી હતી ને અમે બધા આ રમત રમી ને પછી સૂઈ ગયા હતા.
બીજા દિવસે એટલે કે તારીખ 03/03/2023 એટલે વિશ્વ વન્યજીવન દિવસ નિમિતે સવારે વહેલા 5 વાગે જાગીને ફ્રેશ થઈ ને આમારી જે ટુકડી ( ટીમ ) હતી તેમાં અમે બધા ભેગા થયા હતા ને ત્યારબાદ વન ભ્રમણ કરવા જવાનું હતું તો અમે બધા અમારી ટીમ પ્રમાણે સવારે 6: 00 કલાકે વન ભ્રમણ કરવા રવાના થયા હતા. અમારી સાથે ત્યાંના સર પણ હતા .જેઓ અમને વિવિધ પ્રકારના વુક્ષો ની માહિતી આપી હતી અને જંગલ માં કેવી રીતે બધું સંચાલન થાય છે અને વિવિધ પ્રાણીઓ ના પગ ના નિશાન , એની અંગ ચેષ્ટાઓ વિશે માહિતી આપી હતી. ઘણા બધા એવા વુક્ષો હતા જે અમે જોયા પણ ન હતા તે બધા થી એમને માહીતગાર કર્યા હતા. સાથે સાથે અમે પ્રકૃતિની વચ્ચે સુવાનો પણ લાભ લીધો અને આ લાભ લેવાની અમને ખૂબ જ મજા આવી.
ત્યારબાદ અમે હિરણ નદી તરફ ગયા ત્યાં અમે કલકલીયો જોયો જે સફેદ અને કાળો હતો અને એ અને પહેલી વાર જોયો હતો. થોડી વાર નદીકાંઠે બેસી અમે નદીમાં પાણી પીવા માટે ગયા અને સાથે સાથે હિરણ નદીનું મહત્વ પણ જાણ્યું. નદીમાં અમે સૂર્યનારાયણનો જળાભિષેક પણ કર્યો.
પછી અમે બધાએ ગ્રુપ ફોટો લીધો અને પછી ફ્રેશ થઈ ને જમવા માટે ગયા હતા.. જમીને અમે બધા ત્યાંથી પરત આવવા માટે રેલ્વે સ્ટેશન આવ્યા અને ટ્રેન માં પરત અમરેલી સુધી મોજ કરતા કરતા આવ્યા અને અમરેલી થી બસ દ્વારા ભાવનગર સુધી આવ્યા હતા . બસ માં ખુબ જ મજા આવી હતી બધા તાલીમાર્થીઓ બસ માં ખુબ જ ડાન્સ કર્યો હતો.
આ બે દિવસની પ્રકૃતિ શિક્ષણ શિબિર માં અમને ખુબ જ જાણવા મળ્યું . પ્રકૃતિની જો માણવી , સમજવી હોય ને તો પ્રકૃતિની નજીક રહીને તેની સાથે તેના ખોળે બેસી ને જ સમજી , માણી શકાય છે . આ શિબિર દ્વારા પર્યાવરણ અને જંગલ નું રક્ષણ કરવું અને તેમાં વસતા પ્રાણીઓ, પક્ષીઓ નું રક્ષણ અને જતન કરવું એ આપડી બધાની નૈતિક ફરજ છે . એમને વિવિઘ પક્ષીઓ, પ્રાણીઓ , વુક્ષો વગેરે વિશે જે અમે નોતા જાણતા તેમની વિશે માહિતી મળી અને એક શિક્ષક માટે આ બધી બાબતો વિશે જાણવું એ પયાની બાબત છે. અમને આ શિબિર દ્વારા ખુબ જ નવું જાણવા મળ્યું , જીવન માં એક નવો જ અનુભવ થયો.
આવા ખૂબ જ સુંદર, ઉપયોગી અને યાદગીરી રહી જાય તેવા આયોજન માટે અમારા આખા વર્ગ તરફથી આચાર્યશ્રી, દરેક અધ્યાપકો તેમજ કેમ્પમાં અમને સારું જ્ઞાન આપનાર સાહેબો અને અમારું ધ્યાન રાખનાર ત્યાંના તમામ સ્ટાફનો ખુબખુબ આભાર. ખરેખર આ શિબિર અમને કાયમ યાદ રહેશે. અમે શીખેલ દરેક નાની મોટી વાત ને અમે યાદ રાખીશું અને પ્રકૃતિનું જતન કરીશું અને અમારાથી જે કઈ પણ થશે એ પ્રકૃતિ માટે કરીશું એવું અમે પ્રોમિસ આપીએ છીએ.